આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂતી અને વધેલી સ્થાનિક ખરીદી વચ્ચે સોનામાં વધારો

  • 15
    Shares

આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનામાં સુધારા વચ્ચે સ્ટોકિસ્ટ અને રોકાણકારો દ્વારા નવી ખરીદીના પગલે બુલિયન બજારમાં આજે સોનામાં વધારો નોંધાયો હતો જ્યારે અૌદ્યોગીક ખરીદીના પગલે ચાંદી પણ ઉપર ગઈ હતી. સ્ટાન્ડર્ડ સોનાના (૯૯.૫ શુદ્ધતા) ભાવ રૂપિયા ૧૩૫ વધીને ગઈકાલના બંધ ભાવ રૂપિયા ૨૯,૭૦૦ પ્રતિ ૧૦ ગ્રામથી રૂપિયા ૨૯,૮૩૫ થયા હતાં. શુદ્ધ સોનાના (૯૯.૯ શુદ્ધતા) ભાવ પણ ઍટલા જ વધીને ગઈકાલના બંધ ભાવ રૂપિયા ૨૯,૮૫૦ પ્રતિ ૧૦ ગ્રામથી રૂપિયા ૨૯,૯૮૫ થયા હતાં. ચાંદી (.૯૯૯) રૂપિયા ૧૬૫ વધીને ગઈકાલના બંધ ભાવ રૂપિયા ૩૭,૭૪૦ પ્રતિ કિલોથી રૂપિયા ૩૭,૯૦૫ થઈ હતી. વૈશ્વિક બજારોમાં સોનાના ભાવ ઍક વર્ષની નીચલી સપાટી પર ગયા બાદ આજે ઉપર ગયા હતાં. સ્પોટ ગોલ્ડ ૦.૧ ટકા વધીને ૧,૨૨૩.૭૧ ડોલર પ્રતિ અૌંસ થયુ હતું. ચાંદી ૦.૩ ટકા વધીને ૧૫.૩૧ ડોલર પ્રતિ અૌંસ થઈ હતી.

  • Related Posts