આંખોના કમણ પાથરનારી પ્રિયા પ્રકાશ હવે રણવીર સિંહ સાથે

મુંબઇ : સોશિયલ મીડિયા પર ઍક દિવસની અંદર સમગ્ર ભારતને પોતાની આંખના કામણ વડે પાગલ કરી દેનારી પ્રિયા પ્રકાશ વોરિયર બોલિવુડના અભિનેતા રણવીર સિંહ સાથે ટૂંકમાં જ રોમાન્સ કરતી જોવા મળશે.

ટૂંકમાં જ તે બોલિવુડમાં પોતાનું ડેબ્યુ કરવા જઇ રહી છે. અહેવાલો અનુસાર પ્રિયા પ્રકાશને રોહિત શેટ્ટીઍ પોતાની આગામી ફિલ્મ સિમ્બા માટે અપ્રોચ કરી છે.

વેલેન્ટાઇન ડેના ઍક દિવસ પહેલા મલયાલમ ફિલ્મ ઉરુ આદર લવના ગીત માનિક્ય મલારાયા પૂવીમાં પ્રિયા પ્રકાશ વોરિયરે પોતાના આંખોના કામણ વડે બધા પર જાદુ પાથર્યો હતો. આમ તો આ ફ્લ્મિમાં તેના ભાગે વધુ કંઇ કરવાનું નથી પણ તેની હાલની લોકપ્રિયતાનો લાભ રોહિત શેટ્ટી ઉઠાવવા માગે છે.

  • Related Posts