અોઢનારની ઉ૫ર અધ્ધર રહે તેવી છત્રી જા૫ાનમાં બનાવાઇ !

  • 13
    Shares

જાપાનની ઍક આઇટી કંપનીઍ ઍવી છત્રી બનાવી છે જેને ડ્રોનની મદદથી ઉડાવી શકાશે. સેન્સરના કારણે આ છત્રી વ્યક્તિના આસપાસ જ ફરતી રહે છે. આ વિશેષ છત્રીનું વજન ૫ કિલોગ્રામ છે. જાપાનના દુરસંચાર માટે કામ કરતી આશી પાવરે આ છત્રી બનાવવાં માટે લાંબા સમયથી કામ કરી રહી છે. કંપનીનું લક્ષ્ય છે કે ૨૦૨૦મા થનારા અોલમ્પિક અને પેરા અોલમ્પિક પહેલાં આ છત્રીને વ્યાવહારિક ઉપયોગમાં લેવામાં આવે. કંપનીઍ આ પ્રકારની છત્રી બનાવવાની યોજના ૩ વર્ષથી બનાવી હતી જે હવે તૈયાર થઇ છે. આ છત્રીની વિશેષતા છે કે બંને હાથ વ્યસ્ત હોય તો પણ તેનો ઉપયોગ કરી શકાશે. શરૂઆતમાં આ છત્રીનો ઉપયોગ ખાનગી જગ્યાઅો પર કરવામાં આવશે.

  • Related Posts