અરે! વિશ્વની સૌથી ધનિક વ્યકિત આ શું ખાઇ રહી છે?

ન્યુયોર્ક : અહીં યોજાયેલી ઍક્સપ્લોરર ક્લબના વાર્ષિક ડિનરમાં વિચિત્ર કહેવાય ઍવાં જીવોની વાનગીઓ મૂકવામાં આવી હતી. આ અવસર પર વિશ્વના સૌથી ધનિક અને અમેઝોનના પ્રમુખ જેફ બેજોસ દ. અમેરિકાનું પાટલા ઘો જેવું ઝાડ પર રહેનારું પ્રાણી શેકેલું ખાતા ખાતાં નજરે પડયા હતાં.

આ ભોજન સમારંભમાં વિચિત્ર જીવો જેમ કે અજગર, દ. યુરોપનો મોટા લાંબા વાળ વાળો ઝેરી કરોળિયો દુનીયાના સૌથી ધનિક બેજોસે કરોળિયા અને વાંદાઓની વાનગીઓ પણ સામેલ હતી. બેજોસ ઉપરાંત બીજા કેટલાક અબજોપતિ આ વાર્ષિક કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં.

આ આક્રામક જીવોથી ઉત્પન્ન થતાં જોખમો અંગે જાગરૂકતાં લાવવાને ધ્યાનમાં રાખી ડીશ પસંદ કરવામાં આવી હતી.

  • Related Posts