અરવિન્દર સિંહ લવલી ફરીથી કોંગ્રેસમાં જોડાયા

દિલ્હી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અરવિન્દર સિંહ લવલી આજે ફરીથી પક્ષમાં જોડાયાં હતાં, થોડાંક મહિના પહેલાં તે ભાજપમાં ગયાં હતાં. શીલા દીક્ષિત સરકારમાં લવલી પ્રધાન હતાં તે અગાઉ દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ સાથે પક્ષ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમના ઘરે મળ્યાં હતાં. ઍઆઈસીસીના દિલ્હી ઍકમના ઈન્ચાર્જ પીસી ચકો અને માકને તેમનું પક્ષમાં સ્વાગત કર્યુ હતું.
લવલીની ઘર વાપસી પર દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી શીલા દીક્ષિતે ખુશી વ્યક્ત કરતાં કહ્યુ હતું હું ખુશ છું. તે ઍક કોંગ્રેસ નેતા છે અને તેમણે દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સાથે જ પક્ષની સરકારમાં મંત્રી તરીકે લાંબા સમય સુધી કામ કર્યુ છે. તે પાછાં આવ્યા તે પક્ષ માટે સારું છે.
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts