અમેરિકી પ્રમુખની ચૂંટણીમાં દખલગીરી કરવાનો ૧૩ રશિયનો પર આરોપ

૧૨ રશિયન નાગરિકો અને ૩ રશિયન કંપનીઓ પર વર્ષ ૨૦૧૬માં થયેલી અમેરિકી પ્રમુખની ચૂંટણીમાં સોશિયલ મીડિયા મારફતે દખલગીરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ આરોપનામું ગઈકાલે અમેરિકાના સ્પેશલ કાઉન્સીલ રોબર્ટ મુલેરની ઓફિસે જારી કર્યુ હતું જેમાં કહેવાયું હતું આરોપીઓ ઉમેદવારો અને રાજકીય પદ્ઘતિ અંગે અવિશ્વાસ ફેલાવા માંગતાં હતાં.
આરોપનામા મુજબ રશિયનોઍ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર સેંકડો સોશલ મીડિયા ઍકાઉન્ટ બનાવ્યાં હતાં અને આ ઍકાઉન્ટ અમેરિકામાં રહેતાં વ્યક્તિ દ્વારા સંચાલિત થઈ રહ્યા છે તેવું દર્શાવવામાં આવ્યું હતું. પોતાની રશિયન ઓળખને છુપાવવા તેમણે કથિત રીતે અમેરિકામાં સ્થિત કમ્પ્યુટર સર્વરમાં જગ્યા ખરીદી હતી જેથી આભાસી ખાનગી નેટવર્ક ઉભું કરી શકાય. આરોપીઓ રાજકીય અને સામાજિક રીતે સક્રિય અમેરિકન તરીકે સામે આવ્યાં હતાં અને તેમણે ખાસ ઉમેદવારોના પક્ષમાં અને વિરોધમાં વાતો કરી હતી. તેમણે અજાણ અમેરિકનો સાથે સંપર્ક અને વાતચીત કરવા સોશલ મીડિયા પેજ અને ગ્રુપ બનાવ્યાં હતાં. તેમણે સોશલ મીડિયા પર રાજકીય જાહેરાત ખરીદી હતી અને ચોરાયેલી અથવા બનાવટી અમેરિકન ઓળખનો ઉપયોગ કર્યો હતો.
ડેપ્યુટી ઍટોર્ની જનરલ રોડ જે રોસેનસ્ટેને કહ્યુ હતું કે આરોપનામું આપણને યાદ અપાવે છે કે લોકો હંમેશાં તે નથી હોતાં જે ઈન્ટરનેટ પર દેખાય છે.
આરોપનામામાં કહેવાયું છે કે રશિયન કાવતરાખોરો અમેરિકામાં ફૂટ નાંખવા અને લોકોનો લોકશાહીમાં વિશ્વાસ ઓછો કરવા માંગતાં હતાં. આ ૧૩ લોકો પૈકી ૧૨ આરોપી રશિયન કંપની ઈન્ટર રીસર્ચ ઍજેન્સીમાં (આઈઆરઍ) કામ કરતાં હતાં. આઈઆરઍ દ્વારા ઓનલાઈન ઓપરેશન માટે સેંકડો લોકોને નિયુક્ત કર્યા હતાં તેનું વાર્ષિક બજેટ લાખો ડોલર હતું.
આરોપનામા મુજબ રશિયનોઍ અસલ અમેરિકનોને પૈસા આપીને તેમને રાજકીય ઝુંબેશમાં સામેલ કર્યા હતાં અને રાજકીય રેલી યોજી હતી, દાખલા તરીકે આરોપીઓઍ ન્યયોર્કમાં પહેલાં ચૂંટાયેલા પ્રમુખના પક્ષમાં રેલી યોજી હતી ત્યારબાદ ઍક બીજી રેલી તે જ દિવસે તેમના વિરોધમાં યોજી હતી.
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts