અમેરિકા સાથેની શિખર બેઠક રદ કરવા ઉ. કોરિયાની ધમકી

  • 13
    Shares

ઉત્તર કોરિયાઍ આજે ધમકી આપી હતી કે તે કિમ જોંગ ઉન અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થનારી શિખર બેઠકને રદ્દ કરી દેશે જો વોશિંગ્ટન અણુ શસ્ત્રો નષ્ટ કરવા પ્યોંગયાંગ પર ઍકતરફી દબાણ બનાવશે.

અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે થનારી સંયુક્ત સૈન્ય કવાયત મેક્સ થંડર પર બુધવારે થનારી ઉચ્ચ સ્તરની ચર્ચા પણ તેણે રદ્દ કરી હતી અને કવાયતને દુષ્ટ અને ઉશ્કેરણીજનક ગણાવી હતી.

થોડાં દિવસ પહેલાં જ દ્વિપસમૂહમાં ઝડપથી રાજકીય મૈત્રીનું વાતાવરણ સર્જાયું હતું ત્યારબાદ પ્યોંગયાંગ ઔિંચતા જ પાછું ભૂતકાળની વાતો પર પહોંચ્યું હતું.

પ્રથમ ઉપ વિદેશ પ્રધાન કીમ કે ગ્વાને કહ્યું હતું જો અમેરિાક અમારા પર દબાળ બનાવશે તો પ્યોંગયાંગ સિંગાપુરમાં ૧૨ જૂનના રોજ થનારી શિખર બેઠકમાં ભાગ લેવા અંગે ફરીથી વિચાર કરશે.

આ ઐતિહાસિક વાતચીતના મુખ્ય ઍજેન્ડામાં ઉત્તર કોરિયાના શસ્ત્રો ટોચ પર છે પણ પ્યોંગયાંગ લાંબા સમયથી કહેતું આવ્યું છે કે અમેરિકાની દખલગીરી સામે પોતાની રક્ષા કરવા તેને શસ્ત્રોની જરૂર છે.

જ્યારે વોશિંગ્ટન પૂર્ણ રીતે, તપાસ કરી શકાય, અને ફરીથી ન લાવી શકાય તે રીતે અણુમુક્ત થવા માટે દબાણ બનાવી રહ્યું છે. પણ અત્યાર સુધી ઉત્તર કોરિયાઍ ઍવો કોઈ સંકેત આપ્યો નથી કે તે કોરિયન દ્વિપસૂમહને અણુમુક્ત કરવાના વચનને સિવાય કઈ છૂટ આપી રહ્યું છે.

દરમિયાન અમેરિકાઍ આજે જણાવ્યું હતું કે તે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયા નેતા કિમ જોંગ ઉન વચ્ચે આવતાં મહિને થનારા શિખર સંમેલનની તૈયારીઓ કરી રહ્યું છે. ૧૨ જૂનના રોજ થનારી બેઠકમાં બંને દેશ તેમની સીમા પર સૈન્ય તણાવને હળવું કરવા અને તેમના સંબંધોમાં સુધારા લાવવા ચર્ચા કરશે.

ઉત્તર કોરિયાઍ આજે કરેલા નિવેદન પર વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે તે સ્વતંત્ર રીતે જોશે કે પ્યોંગયાંગે શું કહ્યું હતું. ગૃહ ખાતાઍ નિવેદન આપ્યું હતું કે તે અગાઉની યોજના મુજબ જ શિખર સંમેલનની તૈયારી કરી રહ્યું છે.

  • Related Posts