અમેરિકા ભારતને આપશે સૌથી ઘાતક અપાચે હેલિકોપ્ટર , જાણો શું ખાસ છે અપાચેમાં

  • 139
    Shares

 

ટ્રમ્પ સરકારે ભારતને ૬ એચ-૬૪ઈ હેલિકોપ્ટર વેચવા માટેના સોદાને મંજૂરી આપી છે જેની કિંમત ૯૩૦ મિલિયન ડોલર છે આ સાથે જ આંતરિક સુરક્ષા માટે હેલફાયર અને સ્ટીન્જર મિસાઈલ પણ ભારતને આપવામાં આવશે, એમ પેન્ટાગોને આજે જણાવ્યું હતું.

પેન્ટાગોને ગૃહ મંત્રાલયના ર્નિણય અંગેની અધિસૂચના કોંગ્રેસ પાસે મોકલી આપી છે જો કોઈ પણ સાંસદ આ સોદા પર વાંધો ઉઠાવતો નથી તો તે મંજૂર થઈ જશે.

આ સોદામાં ફાયર કંટ્રોલ રડાર, હેરફાયર લોંગબો મિસાઈલ, સ્ટીન્જર બ્લોક આઈ-૯૨એચ મિસાઈલ, નાઈટ વિઝન સેન્સર અને નેવીગેશન સીસ્ટમ પણ સામેલ છે.

કોંગ્રેસને પોતાની અધિસૂચનામાં પેન્ટાગોને કહ્યુ હતું આ હેલિકોપ્ટરથી પોતાની જમીનની રક્ષા કરવા અને ક્ષેત્રીય જોખીમોથી રક્ષા કરવા ભારતની ક્ષમતામાં વૃદ્ઘિ થશે. એએચ-૬૪ઈ દરેક પ્રકારના જોખમો સામનો કરવા અને પતોાના સશસ્ત્ર બળોનું આધુનિકીકરણ કરવા ભારતની રક્ષાત્મક ક્ષમતામાં વૃદ્ઘિ કરશે.

બોઈંગ અને તેના ભારતીય ભાગીદાર ટાટાએ ભારતમાં અપાચે હેલિકોપ્ટરની બોડી બનાવવાનું શરૂ કર્યુ છે પણ ગઈકાલે જે સોદાને મંજૂરી અપાઈ છે તે હેઠળ ભારતને પૂર્ણ રીતે તૈયાર હેલિકોપ્ર વેચવામાં આવશે. ઉલ્લેખનીય છે આ હેલિકોપ્ટરને અમેરિકી કંપની બોઈંગ બનાવે છે અને તેને વિશ્વના શ્રેષ્ઠ હુમલાવર હેલિકોપ્ટર માનવામાં આવે છે.

શું ખાસ છે અપાચેમાં

– આશરે ૧૬ ફુટ ઉંચા અને ૧૮ ફુટ પહોળા અપાચે હેલિકોપ્ટરને ઉડાવવા માટે બે પાયલોટ હોવા જરૂરી છે.

– અપાચે હલિકોપ્ટરના મોટા વિંગને ચલાવવા માટે બે એન્જીન હોય છે જેના કારણે તેની ઝડપ વધુ હોય છે.

– અપાચે હેલિકોપ્ટરની મહત્તમ ઝડપ ૨૮૦ કિલોમીટર પ્રતિ કલાક છે.

– અપાચે હેલિકોપ્ટરની ડિઝાઈન એવી છે કે તેને રડાર પર પકડવું મુશ્કેલ હોય છે.ે

– બોઈંગ કંપનીની વેબસાઈટ મુજબ કંપની અને અમેરિકી સેના વચ્ચે કરાર છે કે કંપની તેની જાળવણી માટે સેવા આપશે પણ તે મફત નહીં હશે.

– આ હેલિકોપ્ટરની ૧૬ એન્ટી ટેન્ક મિસાઈલ છોડવાની ક્ષમતા છે.

– હેલિકોપ્ટરની નીચે લાગેલી રાયફલમાં એક વખતમાં ૩૦ એમએમની ૧,૨૦૦ ગોળીઓ ભરી શકાય છે.

– હેલિકોપ્ટરની ઉડવાની ક્ષમતા આશરે ૫૫૦ કિલોમીટર છે. તે એક વખતમાં પોણા ત્રણ કલાક સુધી ઉડાન ભરી શકે છે.

 

 

 

 

  • Related Posts