અમેરિકા-ચીન વચ્ચેનું ટ્રેડ વોર બન્યું ઘેરું

  • 3
    Shares

 

વિશ્વની બે સૌથી વધુ મોટી અર્થ વ્યવસ્થાઓ અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ઘ વધારે ઊંડું, ઘેરું બનતું જઇ રહ્યું છે. અમેરિકાએ  આજે ચીનમાંથી આયાત કરવામાં આવતી ૨૦૦ અબજ ડો લરની વસ્તુઓ પર અલગ રીતે ૧૦ ટકા વેરો – જકાત લાદવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ પહેલાં ચીને આયાત કરવામાં આવતી ૩૪ અબજ ડો લરની  વસ્તુઓ પર ૨૫ ટકા જકાત લાગી ચૂકી છે.

અમેરિકાએ  આ પગલું ચીનની એ  જવાબી કાર્યવાહી બાદ ઉઠાવ્યું છે, જેમાં ચીને અમેરિકામાંથી ચીનને નિકાસ કરવામાં આવતાં ૩૪ અબજ ડો લરના સામાન પર શુલ્ક લગાવ્યું હતું. તે ઉપરાંત ૧૬ અબજ ડો લરના વધારાના અમેરિકી સામાન પર શુલ્ક લગાવવાની ધમકી આપી હતી. અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર તેને અન્યાયપૂર્ણ પગલું બતાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ચીનની અનુચિત વેપાર નીતિઓના જવાબમાં અમેરિકાએ  છઠ્ઠી જુલાઇથી ૩૪ અબજ ડો લરના ચીનના સામાનની આયાત પર ૨૫ ટકાનું શુલ્ક લગાવ્યું હતું.

અમેરિકાનાં વેપાર પ્રતિનિધિ (યૂએ સટીઆર) રોબર્ટ લાઇટાઇઝરે જણાવ્યું હતું કે, કાનૂની પ્રક્રિયા સમાપ્ત થવાં સુધીનાં આ શુલ્કના દાયરામાં ૫૦ અબજ ડો લરની ચીની વસ્તુઓ આવી જશે. આ શુલ્કના દાયરામાં એ વા ચીની ઉત્પાદનો રાખવામાં આવ્યાં છે જેને ચીનની ઔદ્યોગિક નીતિ અને ટેકનિકલ હસ્તાંતરણ પ્રક્રિયાઓનો લાભ મળ્યો છે.

તે પછી જવાબી કાર્યવાહીમાં ચીને પણ અમેરિકાથી આયાત કરવામાં આવતા ૧૪ અબજ ડો લરના સામાન પર શુલ્ક લાદી દીધો અને ૧૬ અબજ ડો લરના સામાન પર વધુ શુલ્ક લાદવાની ધમકી આપી.

આ પ્રત્યે લાઇટાઇઝરે જણાવ્યું હતું કે એ વું વિના કોઇ આંતરરાષ્ટ્રીય કાનૂની આધાર અને અધિકારથી કરવામાં આવ્યું છે.

 

  • Related Posts