અમેરિકા-ચીન વચ્ચેના ટે્રેડ વોરની અસર વૈશ્વિક બજાર પર

  • 10
    Shares

વૈશ્વિક નકારાત્મક સંકેતોની સાથે ઍશિયન બજારોની નરમાઇના પગલે આજે ભારતીય શેરબજાર ખુલતા જ અસ્થિર જોવા મળ્યું હતું. શરૂઆતમાં સુધારો રહયો હતો, પરંતુ પાછળથી યુરોપીયન બજારો પણ નેગેટીવ ખુલતા સેન્ટીમેન્ટ ખરડાઇ ગયું હતું અને તેના પગલે ભારતીય શેરબજારમાં પણ સતત વેચવાલીના દબાણે સેન્સેક્ષમાં ૨૫૦ પોઇન્ટ સુધીનો કડાકો બોલાઇ ગયો હતો. જેના પગલે આજે સેન્સેક્ષ ૩૫૫૦૦ અને નિફટી ૧૦૮૦૦ની નીચે સરકી ગઇ હતી. જોકે, અંતિમ તબક્કે, શેરોમાં રીકવરીના બદલે નવી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું અને બજારમાં ઝડપી ઘટાડો નોંધાયો હતો. આજે ખાસ કરીને ઓઇલ શેરોમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. આ સાથે આઇસીઆઇસીઆઇ બેન્ક, લાર્સન અને તાતા મોટર્સ તુટયા હતા. સેન્સેક્ષ ૨૨૦ પોઇન્ટ અને નિફટી ૬૦ પોઇન્ટ તુટયો બીઍસઇ ખાતે સેન્સેક્ષ ૨૧૯.૨૫ પોઇન્ટ ઍટલે કે ૦.૬૧ ટકા તુટીને ૩૫૫૦૦ની સપાટી તોડીને ૩૫૪૭૦.૩૫ પોઇન્ટનો નરમ બંધ રહયો હતો. આજે ઇન્ટ્રાડેમાં સેન્સેક્ષ વધીને ૩૫૮૦૬.૯૭ પોઇન્ટ પર પહોંચી ગયો હતો, જ્યારે ૩૫૪૩૦.૧૧ પોઇન્ટ સુધી તુટયો હતો. જ્યારે નિફટી ૫૯.૪૦ પોઇન્ટ ઍટલે કે ૦.૫૫ ટકા તુટીને ૧૦૮૦૦ પોઇન્ટની સપાટી તોડીને ૧૦૭૬૨.૪૫ પોઇન્ટનો નરમ બંધ રહયો હતો. આજે ઇન્ટ્રાડેમાં નિફટી વધીને ૧૦૮૩૧.૦૫ પોઇન્ટ સુધી પહોંચ્યો હતો. જ્યારે ૧૦૭૫૩.૦૫ પોઇન્ટ સુધી તુટયો હતો. આજના કારોબારના દિવસ દરમ્યાન ઓઇલ ઍન્ડ ગેસ સેકટર, ઓટો, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. જેમાં બીઍસઇ ઓઇલ ઍન્ડ ગેસ ઇન્ડેક્ષ ૧.૫૫ ટકા, ટેલીકોમ ઇન્ડેક્ષ ૦.૯૦ ટકા તુટયો હતો. જ્યારે નિફટી ઓટો ઇન્ડેક્ષ ૧.૬૦ ટકા, ફાર્મા ઇન્ડેક્ષ ૦.૭૬ ટકા, ઍફઍમસીજી ઇન્ડેક્ષ ૦.૪૭ ટકા અને રિયલ્ટી ઇન્ડેક્ષ ૧.૫ ટકા ઘટયો હતો. જેની સાથે બેન્ક શેરોમાં ખાસ કરીને પીઍસયુ બેન્કોમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી, જેના લીધે બેન્ક નિફટી ૦.૬ ટકા ઘટીને ૨૬૬૦૯.૭૦ પોઇન્ટ પર પહોંચી ગઇ હતી. જ્યારે આઇટી સેકટરમાં આજે ખરીદી જોવા મળી હતી, જેમાં ઇન્ફોસીસ અને ટીસીઍસની આગેવાની હેઠળ આઇટી ઇન્ડેક્ષ ૦.૬૪ ટકા સુધર્યો હતો. જ્યારે ટેકનો ઇન્ડેક્ષ ૦.૫૮ ટકા વધ્યો હતો. આ ઉપરાંત, કન્ઝયુમર ડીસ્ક્રીઍશનરી ગુડઝ ઍન્ડ સર્વિસીસ ઇન્ડેક્ષ ૦.૮૪ ટકા, પાવર ઇન્ડેક્ષ ૧.૦૨ ટકા, યુટીલીટી ઇન્ડેક્ષ ૦.૭૯ ટકા, મેટલ ઇન્ડેક્ષ ૦.૯૮ ટકા અને કન્ઝયુમર ડયુરેબલ ઇન્ડેક્ષ ૦.૭૩ ટકા તુટયા હતા. જ્યારે ઍફઍમસીજી ઇન્ડેક્ષ ૦.૬૧ ટકા, હેલ્થકેર ઇન્ડેક્ષ ૦.૬૧ ટકા ફાઇનાન્સ ઇન્ડેક્ષ ૦.૬૧ ટકા, બેઝીક મટીરીયલ્સ ઇન્ડેક્ષ ૦.૩૫ ટકા ઘટયા હતા. લાર્જકેપની સાથે મિડકેપ-સ્મોલકેપ શેરોમાં વેચવાલીના દબાણે માર્કેટ બ્રેડથ નબળું આજે સપ્તાહની શરૂઆતમાં મિડકેપ શેરોમાં ખરીદી નીકળી હતી, પરંતુ વૈશ્વિક સંકેતોના પગલે વેચવાલીના દબાણે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલીનું દબાણ જોવાયું હતું અને બીઍસઇ મિડકેપ ઇન્ડેક્ષ ૦.૮ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્ષ ૦.૮૯ ટકા તુટયો હતો. જેના લીધે માર્કેટ બ્રેડથ પણ નેગેટીવ રહયું હતું. જેમાં બીઍસઇ ખાતે ૮૬૨ શેરોમાં સુધારો અને ૧૭૩૧ શેરોમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે ૧૫૪ શેરો યથાવત રહયા હતા. આમ, દર શેર સામે બે શેર તુટયા હતા.
આગેવાન શેરોમાં ખાસ કરીને ઓઇલ-ગેસ શેરોમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. જેમાં ઓઍનજીસી ૧.૭૨ ટકા, ઓઇલ ઇન્ડીયા ૧.૧૪ ટકા અને રિલાયન્સ ૦.૬૨ ટકા તુટયા હતા. જ્યારે પીઍસયુ ઓઇલ માર્કેટીંગ કંપનીઓમાં ઍચપીસીઍલ ૩.૮૬ ટકા, બીપીસીઍલ ૩.૩ ટકા અને આઇઓસી ૧.૯૪ ટકા તુટયા હતા. આજે પ્રાઇવેટ બેન્કોમાં મિશ્ર વલણ રહયું હતું. જ્યારે પીઍસયુ બેન્કોમાં વેચવાલીનું દબાણ રહયું હતું. જેમાં આઇસીઆઇસીઆઇ બેન્ક ૩.૭૯ ટકા, ઍકસીસ બેન્ક ૧.૮૧ ટકા, યસ બેન્ક ૦.૫૧ ટકા અને ફેડરલ બેન્ક ૦.૪૨ ટકા ઘટયા હતા. જ્યારે ઍચડીઍફસી બેન્ક ૦.૫૮ ટકા, ઇન્ડુસઇન્ડ બેન્ક ૦.૬૪ ટકા, કોટક બેન્ક ૦.૭૦ ટકા, આરબીઍલ બેન્ક ૦.૭૫ ટકા અને સીટી યુનીયન બેન્ક ૧.૨૬ ટકા વધ્યા હતા. પીઍસયુ બેન્કોમાં અલ્હાબાદ બેન્ક ૮.૦૨ ટકા, યુનીયન બેન્ક ૪.૨૦ ટકા, બેન્ક ઓફ બરોડા ૪.૦૭ ટકા, કેનેરા બેન્ક ૩.૫૯ ટકા, સીન્ડીકેટ બેન્ક ૩.૧ ટકા, પંજાબ નેશનલ બેન્ક ૨.૯૮ ટા, આંધ્ર બેન્ક ૨.૭૭ ટા, સેન્ટ્રલ બેન્ક ૨.૭૨ ટકા, બેન્ક ઓફ ઇન્ડીયા ૨.૫૯ ટકા, સ્ટેટ બેન્ક ૧.૮૧ ટકા, યુનાઇટેડ બેન્ક ૧.૭૫ ટકા, કોર્પોરેશન બેન્ક ૧.૬૩ ટકા, યુકો બેન્ક ૧.૫૫ ટકા, વિજયા બેન્ક ૧.૪૮ ટકા, આઇડીબીઆઇ બેન્ક ૧.૪૪ ટકા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર ૦.૯૮ ટકા, દેના બેન્ક ૦.૬૧ ટકા, અને પંજાબ ઍન્ડ સીંધ બેન્ક ૦.૧૬ ટકા ઘટયા હતા. જ્યારે ઇન્ડીયન બેન્ક ૧.૩૯ ટકા સુધર્યો હતો.  પીઍનબી હાઉસીંગની આગેવાની હેઠળ વકરાંગી, કેઇસી, વેદાન્તા અને શોભા ટોપ ગેઇનર્સ પીઍનબી હાઉસીંગ ફાઇનાન્સની આગેવાની હેઠળ ઍ ગ્રુપમાં વકરાંગી, કેઇસી ઇન્ટરનેશનલ, વેદાન્તા અને શોભા ટોપ ગેઇનર્સ બન્યા છે. જેમાં પીઍનબી હાઉસીંગ ફાઇનાન્સમાં ૧.૬૮ લાખ શેરોના કામકાજ સાથે ૧૧.૮૭ ટકા ઉછલીને રૂ. ૧૧૯૮.૫૫, વકરાંગીમાં ૪૭.૫૪ લાખ શેરોના કામકાજ સાથે ૪.૯૫ ટકા ઉછળીને રૂ. ૫૫.૧૦, કેઇસી ઇન્ટરનેશનલમાં ૮૩૦૪૩ શેરોના કામકાજ સાથે ૪.૮૭ ટકા વધીને રૂ. ૩૫૦.૨૫, વેદાન્તામાં ૫.૮૯ લાખ શેરોના કામકાજ સાથે ૪.૫૯ ટકા ઉછળીને ર. ૨૩૯.૧૫ અને શોભામાં ૭૩૬૭ શેરોના કામકાજ સાથે ૩.૦૨ ટકા વધીને રૂ. ૪૯૭.૬૦નો ભાવ બોલાયો હતો. અલ્હાબાદ બેન્કની આગેવાની હેઠળ આઇડીયા, તાતા મોટર્સ ડીવીઆર, તાતા મોટર્સ, ઍજીસ લોજીસ્ટીક ટોપ લુસર્સ અલ્હાબાદ બેન્કની આગેવાની હેઠળ ઍ ગ્રુપમાં આઇડીયા, તાતા મોટર્સ ડીવીઆર, તાતા મોટર્સ અને ઍજીસ લોજીસ્ટીક ટોપ લુસર્સ બન્યા છે. જેમાં અલ્હાબાદ બેન્કમાં ૨.૬૪ લાખ શેરોના કામકાજ સાથે ૮.૪૬ ટકા તુટીને રૂ. ૪૧.૧૦, આઇડીયા સેલ્યુલરમાં ૧૭.૩૪ લાખ શેરોના કામકાજ સાથે ૭.૩૫ ટકા તુટીને રૂ. ૫૬.૧૦, તાતા મોટર્સ ડીવીઆરમાં ૨.૮૫ લાખ શેરોના કામકાજ સાથે ૬.૪૨ ટકા તુટીને રૂ. ૧૬૯.૯૫, તાતા મોટર્સમાં ૯.૫૭ લાખ શેરોના કામકાજ સાથે ૫.૧૩ ટકા તુટીને રૂ. ૨૯૨.૩૫ અને ઍજીસ લોજીસ્ટીકમાં ૫૫૯૪ શેરોના કામકાજ સાથે ૪.૯૪ ટકા તુટીને રૂ. ૨૨૨.૪૦નો ભાવ બોલાયો હતો.
બીઍસઇ ખાતેના બી ગ્રુપના શેરોમાં ટોપ ગેઇનર્સ- ટોપ લુસર્સ બીઍસઇ ખાતે બી ગ્રુપના શેરોમાં ટોપ ગેઇનર્સમાં વીન્સમ ટેક્સટાઇલ્સ, ઍઍમજે લેન્ડ હોલ્ડીંગ્સ, સેલેસ્ટીયલ બાયોલેબ, રેમ્કી ઇન્ફ્રા અને મહારાષ્ટ્ર સ્કુટરનો સમાવેશ થાય છે. જેમાં વીનસમ ટેક્સટાઇલ્સમાં ૧૨.૨૯ ટકા વધીને રૂ. ૩૭, ઍઍમજે લેન્ડ હોલ્ડીંગ્સમાં ૯.૭૯ ટકા વધીને રૂ. ૨૬.૩૫, સેલેસ્ટીયલ બાયોલેબમાં ૧.૩૭ લાખ શેરોના કામકાજ સાથે ૯.૦૯ ટકા ઉછળીને રૂ. ૧૫.૧૨, રેમ્કી ઇન્ફ્રામાં ૯.૦૭ ટકા વધીને રૂ. ૧૮૩.૩૦, અને મહારાષ્ટ્ર સ્કુટરમાં ૮.૨૬ ટકા વધીને રૂ. ૩૧૪૫નો ભાવ બોલાયો હતો. બીઍસઇ ખાતે બી ગ્રુપના શેરોમાં ટોપ લુસર્સમાં જેવીઍલ ઍગ્રો, કેઆરબીઍલ, સાલોના કોટસ્પીન, હિન્દ સીન્ટેક્ષ અને યુરોટેક્સ ઇન્ડનો સમાવેશ થાય છે. જેમાં જેવીઍલ ઍગ્રોમાં ૧૮.૯૭ ટકા તુટીને રૂ. ૧૪.૧૦, કેઆરબીઍલમાં ૧૮.૬૪ ટકા તુટીને રૂ. ૩૭૯.૮૦, સાલોના કોટસ્પીનમાં ૯.૯૮ ટકા ઘટીને રૂ. ૮૩.૪૫, હિન્દ સીન્ટેક્ષમાં ૯.૮૬ ટકા ઘટીને રૂ. ૫.૮૫ અને યુરોટેક્સમાં ૯.૫૩ ટકા ઘટીને રૂ. ૨૪.૨૦નો ભાવ બોલાયો હતો. બીઍસઇ ખાતે બાસ્ફ ઇન્ડીયા, કેઆરબીઍલ, પેટ્રોનેટ ઍલઍનજી, પીઍનબી હાઉસીંગ અને ટાઇટનમાં ધુમ કામકાજ નોંધાયા હતા. જેમાં બાસ્ફમાં ૪૯૪.૦૭ ગણા ઍટલે કે ૧.૪૬ લાખ શેરોના કામકાજ સાથે ૦.૩૮ ટકા ઘટીને રૂ. ૧૯૪૫, કેઆરબીઍલમાં ૧૧.૬૬ ગણા ઍટલે કે ૯૨૦૮૪ શેરોના કામકાજ સાથે ૧૩.૬૭ ટકા તુટીને રૂ. ૪૦૩, પેટ્રોનેટ ઍલઍનજીમાં ૯.૦૫ ગણા ઍટલે કે ૯.૮૪ લાખ શેરોના કામકાજ સાથે ૧.૪૩ ટકા તુટીને રૂ. ૨૦૬.૬૦, પીઍનબી હાઉસીંગ ફાઇનાન્સમાં ૬.૨૪ ગણા ઍટલે કે ૭૨૮૬૨ શેરોના કામકાજ સાથે ૧૧.૨૯ ટકા ઉછળીને રૂ. ૧૧૯૨.૩૫ અને ટાઇટનમાં ૪.૨૮ ગણા ઍટલે કે ૪.૨ લાખ શેરોના કામકાજ સાથે ૦.૫૭ ટકા ઘટીને રૂ. ૮૭૧.૭૦નો ભાવ બોલાયો હતો. ઍનઍસઇ ખાતે કેઆરબીઍલ, બાસ્ફ, પીઍનબી હાઉસીંગ ફાઇનાન્સ, સીમ્ફોની, શોભામાં ધુમ કામકાજ નોંધાયા હતા. જેમાં કેઆરબીઍલમાં ૪૮.૯૭ ગણા ઍટલે કે ૫૧.૯૯ લાખ શેરોના કામકાજ સાથે ૧૮.૭૭ ટકા તુટીને રૂ. ૩૮૦.૭૦, બાસફમાં ૧૫.૩ ગણા ઍટલે કે ૧.૫ લાખ શેરોના કામકાજ સાથે ૦.૬૦ ટકા તુટીને રૂ. ૧૯૫૦.૧૫, પીઍનબી હાઉસીંગ ફાઇનાન્સમાં ૧૨.૧૬ ગણા ઍટલે કે ૨૬ લાખ શેરોના કામકાજ સાથે ૧૨.૨૭ ટકા ઉછળઈને રૂ. ૧૨૦૪.૧૫, સીમ્ફોનીમાં ૧૧.૨૫ ગણા ઍટલે કે ૧.૯૫ લાખ શેરોના કામકાજ સાથે ૦.૯૭ ટકા વધીને રૂ. ૧૪૬૦, અને શોભામાં ૩.૯૧ ગણા ઍટલે કે ૨.૬૪ લાખ શેરોના કામકાજ સાથે ૩.૦૨ ટકા વધીને રૂ. ૪૯૮.૩૦નો ભાવ બોલાયો હતો. ચીન-અમેરિકા વચ્ચેના ટ્રેડ વોર ટેન્શનના પગલે ઍશિયન-યુરોપીયન બજારો તુટયા વૈશ્વિક સ્તરે અમેરિકા અને ચીન વચ્ચે ટે્રડવોર ટેન્શન વધવાની દહેશત વૈશ્વિક રોકાણકારોને સતાવી રહી છે અને તેના પગલે વૈશ્વિક બજારોમાં વેચવાલીનો દોર જોવાયો હતો અને તેની પાછળ ભારતીય શેરબજારમાં પણ શરૂઆત પોઝીટીવ રહયા બાદ નરમાઇ જોવા મળી હતી. આજે ઍશિયન અને યુરોપીયન બજારો નરમ રહયા હતા. જ્યારે ગત શુક્રવારે ટે્રડવોર વચ્ચે ઓપેક બેઠકમાં ક્રુડના ઉત્પાદન વધારવાના નિર્ણયની પોઝીટીવ અસર જોવા મળી હતી અને ઍનર્જી શેરોમાં માગ વધી હતી.
ઍશિયન બજારોમાં નીક્કી ૦.૮૦ ટકા, સ્ટ્રેઇટસ ૦.૮૧ ટકા, હેંગસેંગ ૧.૩૦ ટકા, તાઇવાન ૧.૦૫ ટકા અને સાંઘાઇ ૧.૦૫ ટકા ઘટયો હતો. જ્યારે કોસ્પી ૦.૦૩ ટકાનો નજીવો સુધર્યો હતો. જ્યારે યુરોપીયન બજારોમાં ઍફટીઍસઇ ૧.૨૬ ટકા, કેક ૦.૯૧ ટકા અને ડેક્સ ૧.૫૧ ટકા તુટયો હતો.

  • Related Posts