અમેરિકાઍ સ્ટીલ-ઍલ્યુમીનીયમમાં આયાત ડયુટી વધારતાં ભારત સાથે ટ્રેડ વોરની આશંકા

 

અમેરિકાઍ સ્ટીલ અને ઍલ્યુમીનીયમની આયાત ડયુટી વધારવાનો નિર્ણય કર્યો છે. જેના લીધે ભારત અમેરિકા સાથે ટ્રેડ વોર શરૂ થવાની આશંકા સેવી છે, જેના પગલે ભારત કાનુની પ્રક્રિયાની તપાસ કરી રહી છે કે દેશોને ડયુટી વધારીને પોતાના દેશોની સ્થાનિક ઇન્ડસ્ટ્રીઝને સુરક્ષિત કરવા માટે પોતાના કાયદાનો અમલ કરવાની પરવાનગી છે કે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાઍ પોતાના ટ્રેડ ડેફીસીટને ઘટાડવા માટે આ પગલુ ભર્યુ છે. જેનાથી ભારતની સમસ્યામાં વધારો થઇ શકે છે, કેમ કે ઍવી પણ આશંકા છે કે, ભારતમાંથી આયાત થતી પ્રોડકટસ ઉપર અમેરિકામાં ડયુટી વધારો કરી શકે છે.
ગત સપ્તાહમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટવીટર પર ટવીટ કરતાં જણાવ્યું હતંુ કે, જ્યારે કોઇ દેશ અન્ય દેશો સાથે પોતાના વ્યાપારમા અરબો ડોલરનું નુકશાન ઉઠાવી શકે છે, તે ટ્રેડ વોર સારી બાબત છે.
ભારતીય સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર ડબલ્યુટીઓના નિયમો અનુસાર આ પગલું છે કે નહીં, તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જોકે, ભારત ઍ દિશામાં ચકાસી રહયું છે કે, પોતાની સ્થાનિક ઇન્ડસ્ટ્રીને સુરક્ષીત કરવા માટે કાયદાનો અમલ કરી શકવાની છુટ છે કે નહી,ં ડબલ્યુટીઓના નિયમ અનુસાર છે કે નહીં.
અમેરિકાના કોમર્સ ડિપાર્ટમેન્ટે ૧૨ દેશોમાંથી સ્ટીલના આયાત પર ઓછામાં ઓછી ૫૩ ટકા ટેરીફ લગાવવાની માગણી કરી હતી, ત્યારબાદ આ પગલું લીધું છે. જેથી બ્રાઝીલ, ચીન, કોસ્ટારીકા, મિસ્ત્ર, ભારત, મલેશિયા, રશિયા, દક્ષિણ કોરીયા, દક્ષિણ આફ્રિકા, થાઇલેન્ડ, તુર્કી અને વિયેટનામ દેશોને અસર થશે. ઍક અહેવાલ અનુસાર ૨૦૧૭માં અમેરિકામાં સ્ટીલની નિકાસ આ દેશોમાંથી માત્ર ચાર ટકાથી ઓછી થઇ છે. અમેરિકા હવે સોલાર પેનલ, વોશીંગ મશીન જેવા ઉત્પાદનમોના આયાત ઉપર ટાર્ગેટ કરવામાં આવી હયો છે. જોકે, તેની ભારત ઉપર મોટી અસર થશે નહીં, કેમ કે, આ પ્રોડકટસમાં દેશમાં મોટી માત્રામાં નિકાસ કરાતું નથી. જ્યારે ભારત માટે આશંકા ઍવી છે કે, આગામી સમયમાં અમેરિકા ઍવી પ્રોડકટસના ટેરીફ વધારી શકે છે કે જેમાં ભારતમાંથી સૌથી વધુ નિકાસ થાય છે.
ટ્રમ્પે અલગ ટવીટ કરતાં જણાવ્યું હતું કે, અમે અમારા દેશ અને તેમના કારીગરોને સુરક્ષિત કરવા ઇચ્છીઍ છીઍ. હાલમાં અમારી સ્ટીલ ઇન્ડ.ની સ્થિતિ ખરાબ છે.
૨૦૧૬-૧૭માં ભારતે અમેરિકાને ૧.૨૬ અરબ ડોલરનું આર્યન અને સ્ટીલ પ્રોડક્ટસ નિકાસ કરી છે. જ્યારે ૨૦૧૭-૧૮માં ઍપ્રિલથી ઓકટોબર સુધીના સમયગાળામાં ૯૬.૦૫ કરોડ ડોલરની નિકાસ થઇ હતી. ૩.૫ કરોડ ટનની સાથે અમેરિકા દુનિયાનો સૌથી મોટો સ્ટીલ આયાતકાર દેશ છે.
ફેડરેશન ઓફ ઇન્ડીયન ઍકસપોર્ટસ ઓર્ગેનાઇઝેશનના ડિરેકટર જનરલ અજય સહાયના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી ભારત પર મોટી અસર થશે નહીં, પરંતુ ચીન અને કેનેડાને મોટી અસર પડી શકે છે. હકીકતમાં ભારત દેશને તો લાભ થઇ શકે છે, પરંતુ આ પ્રકારના નિર્ણયો અન્ય દેશો પણ લઇ શકે છે. જેના લીધે વિશ્વ વ્યાપાર પર અસર પડશે, અને તેની અસર ભારતને પણ થઇ શકે છે

  • Related Posts