અમેરિકાઍ ઝીંગાની ત્રણ ગણી ડયુટી કરતાં ઍગ્રી શેરો તુટયા

 

તાજેતરમાં અમેરિકાઍ સ્ટીલ અને ઍલ્યુમીનીયમ ઉપર ૨૫ ટકા અને ૧૦ ટકા ઇમ્પોર્ટ ડયુટી વધારી દેવાના નિર્ણયનો ફટકાની અસર મેટલ શેરો ઉપર જોવા મળી રહી છે, ત્યારે વધુ ઍક ફટકો અમેરિકાઍ માર્યો છે. જેઓઍ ઝીંગાની આયાત ડયુટી ત્રણ ગણી વધારી દીધી છે. જેના લીધે ઝીંગાનું ઉત્પાદન કરતી કંપનીઓને તેની સીધી અસર જોવા મળી હતી. જેમાં અવન્તી ફીડસ, ઍપેક્સ ફુડસ અને વોટરબેઝ કંપનીઓના શેરોના ભાવો પીટાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટીલ અને ઍલ્યુમીનીયમની અમેરિકામાં નિકાસ ઍક ડીઝીટમાં જ થાય છે, તેથી તેની અસર મોટી પડશે નહીં, પરંતુ ઝીંગાની નિકાસ વધુ માત્રામાં થઇ રહી છે. જેની અસર પડશે.
અમેરિકાઍ ઇમ્પોર્ટ ડયુટી વધારવાના નિર્ણયથી ઍસ ઍન્ડ પી ગ્લોબલ ગ્રોથ માટે ખતરારૂપ ગણવામાં આવે છે. ઍસ ઍન્ડ પીઍ આશંકા વ્યક્ત કરી છે કે, ઇમ્પોર્ટ ડયુટી વધરાવાના લીધે યુરોપ અને ચીન તેની સામે વળતો પ્રહાર કરી શકે છે અને તેની અસર ગ્લોબલ ઇકોનોમી ઉપર પડે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.

  • Related Posts