અમિતાભ બચ્ચનને હોલિવૂડની ફિલ્મ ‘અવેંજર્સ : ઇન્ફિનિટી વૉર’ સમજાઇ નહીં

  • 20
    Shares

નવી દિલ્હી : બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણાં સક્રિય છે. પોતાની રોજબરોજની જિંદગી સાથે જોડાયેલી દરેક વાત ૭૫ વર્ષીય અભિનેતા પ્રશંસકોને જણાવવાનું કયારેય ભૂલતા નથી. રવિવારે અમિતાભે સોશિયલ મીડિયા સાઇટ ટિવટર પર આ વાત સ્વીકારી હતી કે મને હોલિવૂડની ઍક ફિલ્મ બિલકુલ સમજાઇ નહીં.

માર્વલ સ્ટૂડિયોની ફિલ્મ ‘અવેંજર્સ: ઇન્ફિનિટી વોર’ આજકાલ દુનિયાભરની બોકસ ઓફિસ પર કમાણી કરી રહી છે. ફિલ્મની ભારે પ્રશંસા થઇ રહી છે. અને તે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી સુપરહીરો ફિલ્મ બની ગઇ છે. વિશ્વભરમાં આ ફિલ્મે ૧૦૧-૦૮ કરોડ રૂપિયાથી વધુનો વેપાર કરી લીધો છે. પરંતુ ફિલ્મ જોઇને અમિતાભ બચ્ચનને સમજાયું નહીં કે શું થઇ રહ્યું છે.

  • Related Posts