અમારા સ્પિનર ભારતીય બેટ્સમેનો સામે પડકાર ઊભો કરશે : અસગર સ્ટેનિકઝઇ

  • 22
    Shares

અફઘાનિસ્તાનના કેપ્ટન અસગર સ્ટેનિકઝઇનું માનવું છે કે તેની ટીમના સ્પિનર ૧૪ જૂનથી બેંગ્લુરૂ ખાતે શરૂ થનારી ટેસ્ટમાં ભારતના મજબૂત બેટ્સમેનો સામે ગંભીર પડકાર ઊભો કરશે.

અફઘાનિસ્તાન પોતાનું બહુપ્રતિક્ષિત ટેસ્ટ પદાર્પણ બેંગલુરૂના ઍમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કરશે. સ્ટેનિકઝઇઍ કહ્યું હતું કે અમારો ટાર્ગેટ ભારતીય ટીમ સામે સારો પડકાર ઊભો કરવાનો છે. વિરાટ કોહલીની ગેરહાજરી બાબતે તેણે કહ્યું હતું કે અમારે ભારતીય ટીમ સામે ટેસ્ટ રમવાની છે વિરાટ કોહલી સામે નહીં.

તેણે કહ્યું હતું કે કોહલી રમે કે ન રમે તેના વગર પણ ભારતીય ટીમ ટોચની ટીમ જ છે અને પોતાની ભૂમિ પર તે વધુ મજબૂત બને છે. કોહલી ઘણો મોટો ખેલાડી છે, અમે તેની સામે રમવાનો આનંદ માણ્યો હોત. ભલે કોઇપણ રમે પણ બધા જાણે જ છે કે ભારતીય ટીમનો તેમની ભૂમિ પર સામનો કરવો કેટલો મુશ્કેલ હોય છે.

આ શિખવાની રીતે ઍક સારો અનુભવ બનશે પણ અમે નિશ્ચિતપણે પડકારથી પરેશાન નથી, અમે જીતવા માટે જ રમશું. અમારી પાસે વર્લ્ડક્લાસ સ્પિનર છે અને તેઓ ભારતીય બેટ્સમેનો સામે સમસ્યા ઊભી કરી શકે છે.

  • Related Posts