અન્નાથી લઇને મોદી સુધીનાને  પારણાં કરાવનાર ભય્યુજી મહારાજ

  • 15
    Shares

 

મોડેલીંગથી પોતાના કેરીયરની શરૂઆત કરનાર ભય્યુજી મહારાજે તે છોડીને આધ્યાત્મનો રસ્તો સ્વાકર્યો હતો. એ ક નાના વિસ્તારમાંથી નિકળીને દેશ-વિદેશમાં ઓળખાણ બનાવનાર ભય્યુજી મહારાજના ભક્તોમાં ઘણી જાણીતી હસ્તિઓ સામેલ હતી. નેતાથી લઇને અભિનેતા સુધીના લોકો તેમના અનયાયી રહી ચુક્યા છે.

૨૦૧૨માં જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  સદ્ભાવના ઉપવાસ કર્યા હતાં તે સમયે ભય્યુજી મહારાજે જ મોદીને પાણી પીવડાવીને પારણાં કરાવ્યાં હતાં. નરેન્દ્ર મોદીએ  સદ્ભાવના ઉપવાસ માટે ભય્યુજી મહારાજને ખાસ આમંત્રણ મોકલ્યું હતું. એ  ઉપવાસ કાર્યક્રમમાં ઘણી મોટી હસ્તિઓ પહોંચી હતી પરંતુ માત્ર ભય્યુજી મહારાજને મોદીને લીંબુ પાણી પીવડાવીને ઉપવાસ તોડાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

૨૦૧૧ માં જ્યારે સમાજસેવક અન્ના હજારે યુપીએ  સરકાર સામે ઉપવાસ પર ઉતર્યા હતાં ત્યારે પણ ગૃહમંત્રી સુશિલ શિંદેએ  યુપીએ  સરકારના દૂત તરીકે ભય્યુજી મહારાજને આગળ કર્યા હતાં. ભય્યુજી મહારાજે રામલીલા મેદાન પર અન્ના હજારેને જ્યુશ પીવડાવીને પારણાં કરાવ્યાં હતાં

 

 

  • Related Posts