અનિયમિત બસથી માંડીને ફાટેલી સીટ સુધીની ફરિયાદો ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકશે

ટોલ ફ્રી નંબર
૧૮૦૦ ૨૩૩ ૦ ૨૩૩
સુરત: સુરત મહાપાલિકા દ્વારા બીઆરટીઍસ અને સિટી બસની સુવિધાઓ ઉભી કરવામાં આવી પણ આ સુવિધામાં પણ હજુ અનેક ખામીઓ છે. શહેરીજનો માટે ઍ સમસ્યા હતી કે બીઆરટીઍસ અને સિટી બસ માટે ફરિયાદ કરવા જાય તો પણ ક્યાં જાય* આખરે સુરત મહાપાલિકા દ્વારા બીઆરટીઍસ અને સિટી બસ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. હવેથી શહેરીજનો ફાટેલી સીટથી માંડીને ખરાબ બસ સુવિધા સુધીની તમામ ફરિયાદ આ નંબર પર કરી શકશે.
સુરત મહાનગર પાલિકા દ્વારા સંચલીત બીઆરટીઍસ અને સિટી બસ સેવાનો લાભ વધુ સુચારૂ બનાવવાના હેતુથી મનપા દ્વારા ટોલ ફ્રિ નંબર ૧૮૦૦ ૨૩૩ ૦ ૨૩૩ જાહેર કરાયો છે. જેના પર બસ સેવા બાબતે કોઇ પણ માહિતી મેળવવા કે ફરિયાદ કરવા સંર્પક કરી શકાશે. સિટીલીંકનો હવાલો સંભાળતા આસી. કમિ. કમલેશ નાયકે જણાવ્યું હતંુ કે બસની વધારે પડતી સ્પીડ, ડ્રાઇવર કે કંડકટરની ગેરવર્તુણક, બસ મોડી થવી કે અન્ય કોઇ પણ ફરિયાદ કરવી હોય કે પછી બસના સમય અંગે માહિતી જોઇતી હોય તો પણ આ નંબર પરથી મળી શકશે. શનિવારથી તમામ બસ સ્ટોપ, બીઆરટીઍસ શેલ્ટરો તેમજ તમામ બસમાં આ ટોલ ફ્રી નંબરના પોસ્ટરો લગાવી દેવાશે.

 

ટોલ ફ્રી નંબર
૧૮૦૦ ૨૩૩ ૦ ૨૩૩

  • Related Posts