અટલ પેન્શન યોજના પર સરકાર કરી રહી છે નવી વિચારણા

  • 22
    Shares

 

નાણાકીય સેવા વિભાગના સંયુકત સચિવ મદનેશકુમાર મિશ્રાનું કહેવું છે કે યોજના અંતર્ગત પેન્શનની રકમ વધારવાની જરૂર છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એ ન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પી.એ ફ.આર.ડી.એ .) એ  નાણા મંત્રાલયને એ  પ્રસ્તાવ આપ્યો હતો. તેનો મતલબ વધુને વધુ લોકોને આ યોજના સાથે જોડવાનો છે.

અટલ પેન્શન યોજના (એ .પી.વાઇ)ની મર્યાદા પ્રતિમાસ ૫,૦૦૦ થી વધારી ૧૦,૦૦૦ રૂપિયા કરવાના પ્રસ્તાવ અંગે સરકાર વિચાર કરી રહી છે.

અટલ પેન્શન યોજના અંતર્ગત હાલમાં ૧,૦૦૦ થી ૫,૦૦૦ રૂપિયા પ્રતિ માસ સુધીના પાંચ સ્લબ છે. પી.એ ફ.આર.ડી.એ .નાં અધ્યક્ષ હેમંતજીનું કહેવું છે કે આ બાબતમાં ઘણી સલાહ, માહિતી, સૂચનો મળ્યાં હતાં. તે પછી સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. લોકોનું કહેવું છે કે ૬૦ વર્ષની વયે ૫૦૦૦ રૂપિયા પર્યાપ્ત હશે નહીં.

‘એ .એ ફ.આર.ડી.એ .’ એ  વધુ બે પ્રસ્તાવો મોકલ્યા છે. તેમાં ઓટો એ નરોલમેન્ટ અને અધિકતમ ૪૦ વર્ષની વયની સીમા વધારી ૫૦ વર્ષ કરવાના પ્રસ્તાવનો સમાવેશ થાય છે. તેનાંથી યોજના સાથે જોડનારાઓની સંખ્યા વધારે થવાની આશા છે.

જો આપ ૬૦ વર્ષની વય સમાપ્ત થાય ત્યારે ૧૦૦૦ રૂપિયાનું માસિક પેન્શન ઇચ્છો છો અને ૧૮ વર્ષની વયમાં યોજના સાથે જોડાવ છો તો આપે પ્રતિ માસ ૪૨ રૂપિયા આપવાં પડશે.

 

  • Related Posts