અગ્રવાલે બચ્ચન પર કરેલા નિવેદનની માફી માંગી, પણ સમસ્યા યથાવત

ભાજપમાં નવા આવેલાં નરેશ અગ્રવાલે જયા બચ્ચન પર કરેલા નિવેદન પર આજે માફી માંગી હતી પણ તેનાથી રોષ વધુ શાંત થયો ન હતો. કેન્દ્રીય પ્રધાન હરસીમરત કુમાર બાદલ અને ભાજપના સાંસદ રૂપા ગાંગુલી સહિત અન્ય નેતાઓ અભિનેત્રી-રાજકારણીના પક્ષમાં આવ્યાં હતાં.
રાજ્યસભા સાંસદની સામે જયા બચ્ચનને ફરીથી ઉપલા ગૃહની ઉમેદવારી આપવામાં આવી હતી અને ગઈકાલે તે સમાજવાદી પક્ષને છોડી ભાજપમાં સામેલ થયાં હતાં. તેમણે ઍક પત્રકાર પરિષદમાં કહ્યુ હતું સપાઍ મને રાજ્યસભાાની ટિકિટ આપી ન હતી અને જે ફિલ્મોમાં નાચે અને ગાય છે તેને ફાળવી દેવામાં આવી હતી.
મારી ઈચ્છા કોઈને દુ:ખ પહોંચાડવાની ન હતી અને હું મારા નિવેદન પર ખેદ વ્યક્ત કરું છું જો કોઈને તેનાથી દુ:ખ પહોંચ્યું હોય અને મારા શબ્દો પાછા લઉં છું, ઍમ તેમણે આજે કહ્યુ હતું. તેમણે સાથે જ દાવો કર્યો હતો કે મીડિયાઍ તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કર્યુ હતું.
જો કે તેમની સ્પષ્ટતાથી તેમના જ સાથી રાજકારણીઓ સંમંત થયાં ન હતાં. કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ પ્રધાન બાદલે કહ્યુ હતું નિવેદન દુ:ખી કરનારું છે સાથે જ ઍક પ્રકારની માનસિકતા દર્શાવે છે. જ્યારે ભાજપ સાંસદ ગાંગુલી જે જાણીતી અભિનેત્રી અને ગાયિકા છે તેમણે કહ્યુ હતું જે પણ થયું તે ખોટું થયું. મહિલા કલાકારોનું સન્માન કરવું જોઈઍ, બધી જ મહિલાઓનું સન્માન કરવું જોઈઍ.
ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજ બબ્બરે અગ્રવાલના નિવેદનની ટીકા કરતાં કહ્યુ હતું ભાજપે ફરીથી વિચાર કરવો જોઈઍ કે આવા વ્યક્તિને પક્ષમાં સામેલ કરે કે નહીં.

  • Related Posts