અંધજન શાળાના વિદ્યાર્થીઓને સિગ્મા સ્કૂલમાં બેઠક ફળવાતા હેરાન : અંધજન શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિકને કારણે ત્રસ્ત

 

અંધજન શાળાના વિદ્યાર્થીઓને આ વખતે તેમની શાળાને બદલે સિગ્મા સ્કૂલમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨માં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવતા આ વિદ્યાર્થીઓ હેરાન થઇ ગયા હતા. તેમાં સિગ્મા સ્કૂલતે અત્યંત ટ્રાિૅફક ધરાવતા વિસ્તારમાં આવેલી હોવાને કારણે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા હોવાની વિગત જાણવા મળી છે. આ મામલે અંધજન શાળાના ચેરમેન મનીષાબેને જણાવ્યુંકે દર વખતે તેઓની ઘોડદોડ રોડ ખાતે આવેલી અંધજન શાળાની સ્કૂલમાંજ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે છે. આ વખતે પ્રથમ વખત સિગ્મા સ્કૂલમાં આ રીતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને અલાયદી સ્કૂલ ફાળવવામાં આવી છે. દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ જાતેજ વાલીની મદદ વગર આવતા હોવાને કારણે તેઓને ખૂબ તકલીફ પડી રહી છે. આ મામલે તેઓઍ ડીઇઓ કચેરીને જાણ કરી છે.
૦૦ બ્રેઇલ લિપીનો પ્રથમ વખત પેપર નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ
બ્રેઇલ લિપીનો પ્રયોગ પ્રથમ વખત ધોરણ ૧૦ અને ધોરણ ૧૨માં પ્રયોગ કરવામાં આવતા આ મામલે વિદ્યાર્થીઓ ખુશખુશાલ થયા હોવાની વિગત જાણવા મળી છે. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં પ્રથમ વખત વિદ્યાર્થીઓને બ્રેઇલ લિપીથી પેપર આપવામાં આવ્યા છે. સુરતમાં આ વખતે બ્રેઇલ લિપીથી અંદાજે સો કરતા વધારે વિદ્યાર્થીઓને ફાયદો થયા છે. દરમિયાન બ્રેઇલ લિપીને કારણે અંધજન વિદ્યાર્થીઓનુ ભવિષ્ય વધારે ઉજજવળ બનાવાની વાત અંધજન શાળાના ચેરમેન મનીષાબેન દ્વારા કરવામાં આવી હતી.

  • Related Posts